ચીનથી આયાત થતી ટાઇલ્સ સહિતની સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી લંબાવાઈ

- text


ભારત સરકારના ગેઝેટમાં વિધિવત ઘોષણા : પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતું સિરામીક એસોસિએશન

મોરબી : ચીનથી આયાત થતી સિરામીક ટાઇલ્સ સહિતની તમામ સિરામીક પ્રોડક્ટ ઉપર ભારત સરકારે લાદેલી એન્ટી ડંપિંગ ડ્યુટીની મુદત કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવતા મોરબી સિરામીક એસોશિએશનને દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલમાં વિશ્વભરમાં બીજા ક્રમનું સ્થાન ધરાવે છે અને વિશાળ માત્રામાં વિશ્વફલક ઉપર એક્સપોર્ટ પણ કરી રહ્યું છે ત્યારે ચાઈના જેવા દેશને પણ વૈશ્વિક માર્કેટમાં હંફાવી રહ્યું છે જેનુ એક સીઘુ કારણ એ છે કે, પાંચ વર્ષ પહેલા ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ થતી ટાઈલ્સ ઉપર ભારત સરકારે એન્ટી ડંમ્પીંગ ડ્યુટી લગાવેલ જેની સમય મર્યાદા પૂર્ણ થતા મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ભારત સરકારમા રજુઆત કરી હતી.

- text

વધુમાં ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સિરામીક એસોસિએશનની એન્ટીડંમ્પીંગ ડ્યુટી અંગેની રજુઆત ધ્યાને લઇ ફરી એક વખત ભારત સરકાર દ્વારા એન્ટી ડંપિંગ ડ્યુટી લાદવાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને તા.24 ફેબ્રુઆરીના ગેઝેટમાં આ અંગેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોરબી સિરામીક એસોસિએશન દ્વારા સાંસદ મોહન કૂંડારિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text