MCX વિક્લી રિપોર્ટ : વાયદા બજાર પર સોનું રૂ.1,151 અને ચાંદી રૂ.2,170 ઊછળ્યાઃ ક્રૂડ તેલમાં રૂ.548ની વૃદ્ધિ

- text


કોટનનો વાયદો રૂ.480 ગબડ્યો : કપાસ રૂ.31 ઢીલુ : રબરમાં નરમાઈ : મેન્થા તેલમાં સુધારાનો સંચાર : બુલડેક્સ વાયદામાં 901 પોઈન્ટ,મેટલડેક્સ વાયદામાં 1202 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1028 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18થી 24 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 2,417,901 સોદાઓમાં કુલ રૂ.204,870.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 901 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 1202 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 1028 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

વિશ્વબજારમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે સોનાના ભાવ ઊછળીને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. સોના પાછળ ચાંદી તથા અન્ય કીમતી ધાતુઓમાં પણ વિક્રમી ઉછાળા જોવાયા હતા. સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું ઔંશદીઠ ઊપરમાં 1970 ડોલર અને ચાંદી ઔંશદીઠ રૂ.25.30 ડોલર બોલાતા હતા. વિશ્વબજાર પાછળ ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.53,800 અને 99.90ના રૂ.54,000 તેમ જ ચાંદી હાજરનો ભાવ કિલોદીઠ રૂ.67000ના સ્તરે, જ્યારે મુંબઈ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના જીએસટી વગર રૂ.52,330 અને 99.90ના જીએસટી વગર રૂ.52,540 તેમ જ મુંબઈ હાજર ચાંદી કિલોદીઠ જીએસટી વગર રૂ.68,149ના સ્તરે બોલાતા હોવાનું હાજર બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ઘરેલુ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 999,999 સોદાઓમાં કુલ રૂ.58,155.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,177ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,797 અને નીચામાં રૂ.49,764ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,151 ઊછળી રૂ.51,543ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,258 વધી રૂ.41,203 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.5,107ના ભાવે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,772ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,097 અને નીચામાં રૂ.63,271ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2170ના ઉછાળા સાથે રૂ.66,031ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2538 વધી રૂ.66,550 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,436 વધી રૂ.66,434 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 601,942 સોદાઓમાં કુલ રૂ.50,887.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,728ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,617 અને નીચામાં રૂ.6,546ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.548ના ભાવવધારા સાથે રૂ.7,275 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.80 વધી રૂ.360.80 બંધ થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,869 સોદાઓમાં રૂ.1,996.46 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,990 બંધ થયો હતો. કોટનના વાયદા ગાંસડીદીઠ રૂ.480થી રૂ.1,160ની રેન્જમાં ગબડ્યા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.37,820 અને નીચામાં રૂ.36,340ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.480ના ભાવઘટાડા સાથે રૂ.37,070ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,397ના ભાવે ખૂલી, રૂ.24 ઘટી રૂ.16175 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.90 વધી રૂ.970 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 223,148 સોદાઓમાં રૂ.28,563.92 કરોડનાં 56,165.588 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 776,851 સોદાઓમાં કુલ રૂ.29,591.82 કરોડનાં 4,517.460 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 284,039 સોદાઓમાં રૂ.30,890.46 કરોડનાં 44,014,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 317,903 સોદાઓમાં રૂ.19,997 કરોડનાં 574930000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 12,783 સોદાઓમાં રૂ.1,915.71 કરોડનાં 514725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,992 સોદાઓમાં રૂ.78.70 કરોડનાં 813.96 ટન, રબરના વાયદાઓમાં 82 સોદાઓમાં રૂ.1.35 કરોડનાં 82 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,356.925 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 388.089 ટન, ક્રૂડ તેલમાં 770100 બેરલ અને નેચરલ ગેસમાં 7356250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 203475 ગાંસડી, મેન્થા તેલમાં 335.52 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 21975 સોદાઓમાં રૂ.2,007.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,653 સોદાઓમાં રૂ.759.52 કરોડનાં 10,239 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 9,749 સોદાઓમાં રૂ.1,009.58 કરોડનાં 10,646 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 2,573 સોદાઓમાં રૂ.238.33 કરોડનાં 2,701 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 518 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 832 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 191 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,818ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,709 અને નીચામાં 6,681ના સ્તરને સ્પર્શી, 1028 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 596 પોઈન્ટ વધી 7,404ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 14,632ના સ્તરે ખૂલી, 901 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 419 પોઈન્ટ વધી 15,082ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,755ના સ્તરે ખૂલી, 1202 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 303 પોઈન્ટ વધી 19035ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 620507 સોદાઓમાં રૂ.58,115.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,655.09 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,981.55 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.45,424.13 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,045.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text