ટંકારામાં રવિવારે ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક નિમિત્તે વિવિધ કાર્યક્રમો

- text


નમાજ, ફ્રી મેડિકલ કેમ્પ અને કવ્વાલીનું આયોજન

ટંકારા : ટંકારામાં ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક શાનોશૌકતથી મનાવવામાં આવશે. જે નિમિત્તે સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા નમાજ, ફ્રી મેડિકલ કેમ્પ અને કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક નિમિત્તે ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ફ્રિ મેડિકલ, ડેન્ટલ અને સર્વ રોગ નિદાન કેમ્પ આગામી તા. 27ને રવિવારે સાંજે 6 કલાકથી રાત્રે 9 કલાક સુધી હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ, છાપરી, ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ઉપરાંત, હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ રવિવાર સવારે ફઝરની નમાઝ બાદ અને ન્યાઝ શરીફ બાદ નમાઝે મગરીબ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે 10 કલાકે ચાંદ અફઝલ કાદરી દ્વારા કવ્વાલી રજૂ કરાશે. વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહાબીબર્મિચા જીલાનીર્મિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા)ના મો. નંબર 81288 78692 પર સંપર્ક કરી શકાશે. સમગ્ર આયોજનનો હિંદુ અને મુસ્લિમ સમાજે લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

- text