અજંતા-ઓરેવા ગ્રુપની મુલાકાત લઇ મહિલા સશક્તિકરણની સરાહના કરતા પોલેન્ડના રાજદૂત

- text


દિલ્હી સ્થિત રાજદૂતે ફેક્ટરીની મુલાકાત વેળાએ ઘડીયાળ ઉદ્યોગ અંગે જાત માહિતી મેળવી

મોરબી : પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ.પ્રો.એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની બુધવારે એક દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન મોરબી શહેરના ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહર સમા મયુર પેલેસ,દરબાર ગઢ અને મણિમંદિરની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત તેઓએ મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ નિર્માણ અને બનાવટ અંગેની જાત માહિતી મેળવવા અજંતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

ટંકારા રોડ પર અંજતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત વેળાએ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ.પ્રો.એડમ બુરાકોવ્સ્કીએ ઘડીયાળ બનાવવાની તમામ વિગતો અને ઘડીયાળ બનાવવાની પદ્ધતિ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.મોરબી જિલ્લામાં અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણની પહેલની સરાહના કરી મહિલાઓને સ્વાવલંબન બનાવવાના પગલાને સ્તુત્ય ગણાવ્યું હતું.

અંજતા ગ્રુપની ફેક્ટરીમાં મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું અહીંની પ્રોડક્સન પદ્ધતિથી ખૂબ જ પ્રભાવીત થયો છું.કેમકે તેઓ મહિલાઓને રોજગારી આપીને ખૂબ જ મદદ કરી રહ્યા છે અને તેઓની પ્રગતિમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. જયસુખભાઇ પટેલની આગેવાની હેઠળની અજંતા ઓરેવા કંપનીની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

- text

તેઓની મુલાકાત વેળાએ અજંતા ઓરેવા ગ્રુપના પ્રોડક્શન મેનેજર રાજકુમાર એમ.,એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર દિનેશભાઇ દવે,જિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ જોડાયા હતા.

- text