સૌરાષ્ટ્રની યસ્વી ભાટિયા સહિતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

- text


રશિયાએ અચાનક કરેલા હુમલાને કારણે યુક્રેનની રાજધાની કિવ જતી ટ્રેન અધવચ્ચે રોકી દેવાઈ : વિદ્યાર્થીઓના પરિજનો ચિંતિત

મોરબી : રશિયા – યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ વચ્ચે આજે રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનની રાજધાની કિવ લઈ જતી ટ્રેન અધવચ્ચે જ રોકી દેવતા જૂનાગઢની યસ્વી ભાટિયા સહિતના ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ જતા વિદ્યાર્થીઓના પરિજનો ચિંતાતુર બન્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા તનાવમાં આજે રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલા ભારતીય વિદ્યાર્થીઓનો સમૂહ યુક્રેનની રાજધાનીથી ભારત આવવા નીકળે તે પહેલા જ ટ્રેન માર્ગે અધવચ્ચે ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓના ગ્રુપમાં રહેલી જૂનાગઢની યસ્વી ગોપાલભાઈ ભાટિયા નામની વિદ્યાર્થીનીએ યુક્રેનથી વિડીયો કોલ કરી હાલમાં ફસાયા હોવાનું પરંતુ સુરક્ષિત હોવાનું તેમના પરિજનોને જણાવ્યું હતું.

- text

બીજી તરફ યસ્વી યુક્રેનની રાજધાની સુધી ન પહોંચી શકતા તેણીના માતા-પિતા અને દાદા-દાદીએ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, હાલમાં ટ્રેનમાં ફસાયેલ યસ્વીએ ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓ સતત સંપર્કમાં હોવાનું અને ભારત સરકાર તેમને સુરક્ષિત માદરે વતન પહોંચાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text