‘જાગો ગ્રાહક જાગો’ યોજના પરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠતો જાય છે : ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ

- text


બે-ત્રણ વર્ષ સુધી ગ્રાહકના જજમેન્ટ આવતા ન હોવાની રાવ સાથે રજૂઆત

મોરબી : ‘જાગો ગ્રાહક જાગો’ યોજના હેઠળ ગ્રાહકો જાગૃત બન્યા તો ગ્રાહક અદાલત ઊંઘી ગઈ છે.ગ્રાહકોના પ્રશ્નોના બે-ત્રણ વર્ષ સુધી કોઈ જજમેન્ટ આવતા નથી.કોર્ટમાં જજ મહિનામાં ચાર વખત જ હાજર હોય છે.તેથી ગ્રાહકોને લાંબા સમય સુધી ગ્રાહકોને ન્યાય મળતો નથી.જેથી જાગો ગ્રાહક જાગો યોજના પરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.ગ્રાહકોને સમયસર ઝડપી ન્યાય મળે તેવા યોગ્ય પગલા ભરવા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી છે.

તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશન તથા જીલ્લામાં ત્રણ ત્રણ વર્ષ સુધી ગ્રાહકના જજમેન્ટ આવતા નથી.જાગો ગ્રાહક જાગો યોજના ઘણી સારી છે.જેનાથી ગ્રાહકમાં જાગૃતિ આવી છે અને ગ્રાહક અદાલતમાં ગ્રાહકો ન્યાય માટે જઇ રહ્યા છે.પરંતુ ગ્રાહકોની કમનસીબી છે કે ત્રણ ત્રણ વર્ષ સુધી તેમને ન્યાય મળતો નથી.સરકારનો અભિગમ છ મહિનામાં ન્યાય મળે તેવો છે.પરંતુ ગુજરાતમાં હાલ લાંબા સમય સુધી ગ્રાહકોને ન્યાય મળતો નથી.જેથી હવે ગ્રાહકોનો વિશ્વાસ “જાગો ગ્રાહક જાગો” યોજના ઉપરથી ઉઠતો જાય છે.

- text

રાજકોટ જીલ્લામાં હાલ મહિનામાં ચાર વખત જ કોર્ટમાં જજ હાજર હોય છે.જુદા જુદા જીલ્લામાં અધિકારીઓને જવાનું હોવાથી રાજકોટમાં આવી પરિસ્થિતિ છે.તેથી ગ્રાહકોને સમયસર ઝડપી ન્યાય મળે તેવા યોગ્ય પગલા ભરવા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text