ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

- text


ટંકારા : ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળકોમાં કૌશલ્ય અને આવડતનું પ્રમાણ વધે એ માટે અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો.બાળમેળામાં બાળકોને જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી હતી.

બાળકોમાં પ્રેક્ટિકલ જ્ઞાન વિકસે અને જીવનમાં વ્યવહારુ ઉપયોગ કરી શકે તેવા હેતુસર ટંકારા તાલુકાની અમરાપર પ્રાથમિક શાળા ખાતે ગત તા.11ના રોજ બાળમેળાનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ 1 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ધોરણ 6 થી 8ના બાળકોએ ફ્યુઝ બાંધતા શીખ્યા,કૂકરનું વિજ્ઞાન અને કૂકરનો ઉપયોગ કેમ કરવો,ગેસ સિલિન્ડર બદલતા શીખવું,દાડમ ફોલવાની સરળ રીત,સલાડ બનાવું,ઈસ્ત્રી કરતા શીખવું,કપડાં સંકેલવા જેવા જીવન ઉપયોગી કૌશલ્યો શીખ્યા હતા.જેમાં બાળકોએ પણ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું.

જેમાં શાળા આચાર્ય ભુપેન્દ્રભાઈ જોશી અને શિક્ષકો વાત્સલ્ય મનીપરા,ફાલ્ગુન કાલરીયા,અમિત ફટાણીયા અને રસિક વિરમગામાએ ભાગ લીધો હતો.ધો.1થી5માં પણ નાના ભૂલકાઓએ રંગ પુરણી,કાગળમાંથી વસ્તુ બનાવી,ચિત્ર બનાવું જેવી બાળઉપયોગી પ્રવૃતિઓ કરી હતી.જેમાં નાના બાળકોને શાળાના શિક્ષકો અનિતાબેન મનોજભાઈ સરડવા,કોમલબેન વી.રાણીપા અને વત્સલ્યભાઈ મનીપરાએ ઉત્સાહભેર બાળકોને પ્રવૃતિઓ કરાવી હતી. એકંદરે સંપૂર્ણ બાળમેળો ખૂબ સફળ રહ્યો હતો.આ બાળમેળો બાળકોને કૌશલ્યો વિકસાવવા ઉપયોગી સાબિત થયો હતો.આગામી સમયમાં પણ આવા આયોજન થતા રહશે તેવું સ્કૂલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text