મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલએ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી

- text


ઉદ્યોગપતિએ મુખ્યમંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું

મોરબી : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીગણ અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ એ ચીફ મીનીસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ગત તા. 12ને શનિવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ તરફથી સાંજે સી.એમ. હાઉસ – ગાંધીનગર ખાતે આભાર વ્યક્ત કરવા માટે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત કરેલ હતી. જેમાં ટ્રસ્ટીઓ આર. પી. પટેલ, દીપકભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ (રામ), વાડીલાલ પટેલ, ડી. એન. ગોલ, રૂપેશભાઈ પટેલ સાથે અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જયસુખભાઇ પટેલ તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.

- text

આ તકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 100 એકર લેન્ડમાં રૂ. 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાનું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે, તેમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ યોગ્ય સાથ સહકાર આપવાની ખાતરી આપેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text