રવાપરા ગામમાં પાણીની સમસ્યા હલ કરતા નવનિયુક્ત સરપંચ

- text


ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે આપેલું વચન પૂર્ણ કરી સોસાયટીઓમાં પાણીની લાઈન પહોંચાડી

મોરબી : મોરબી તાલુકાના રવાપરા ગામની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ હતો. આથી, સ્થાનિકોએ અવારનવાર ગ્રામ પંચાયત અને જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી. ત્યારે ગામના નવનિયુક્ત સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ પાણીના પ્રશ્નને વાચા આપી હતી. અને ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે આપેલું આ પ્રશ્ન હલ કરવાનું વચન પૂર્ણ કરી સોસાયટીઓમાં પાણીની લાઈન પહોંચાડી છે.

રવાપરા ગામના સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ જનતાને વચનો આપેલા હતા. તેમાંનું એક મહત્વનું વચન પાણીની સમસ્યા હલ કરવાનું હતું. અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ એ વચન પૂરું કરવા માટે સખત મહેનત અને કઠોર પરિશ્રમ કરીને વૈભવલક્ષ્મી, નીતિન પાર્ક, ઉમીયાનગર અને ચિત્રકુટ સોસાયટી જેવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન પહોંચાડી જવાબદારી પૂર્ણ કરવામાં આવી હતી. તેમ રવાપરા ગામના વિકાસમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાય એટલે એક સાચા સરપંચ તરીકેની જવાબદારી નીતિનભાઈએ નિભાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text