મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં ચાર અગ્રણીઓનો સમાવેશ

- text


મોરબી : મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં મોરબી ભાજપના અગ્રણી સહિત જિલ્લાના ચાર નાગરિકોની નિમણૂક જિલ્લા ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવી હતી.નિમણુંક કરાયેલ અગ્રણીઓ લોકોના પ્રશ્નો સીધા કલેકટર સુધી પહોંચાડે છે.

જિલ્લા અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં રાજ્ય સરકારની જોગવાઈ અનુસાર જનતાના પ્રતિનિધિ તરીકે બિન સરકારી ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમાં મોરબી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની પુન:રચના કરવામાં આવી છે.જેમાં અગ્રગણ્ય નાગરિકના હોદા પર મોરબીના ભાજપના અગ્રણી દિપકભાઈ સોમૈયા,હળવદના અજયભાઈ રાવલ,ટંકારાના ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી અને નાનીવાવડીના પ્રવીણભાઈ પડસુંબિયાની નિમણૂક કરવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ન અને નાગરિક પુરવઠાની કમિટીમાં રાજ્ય સરકારની જોગવાઈ અનુસાર બિન સરકારી ચાર વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે જે સભ્યો જિલ્લામાં પુરવઠાને લગતા લોકોના પ્રશ્નો સીધા કલેકટર સુધી પહોંચાડતા હોય છે.આ સમિતિમાં જાગૃત અગ્રણીઓની વરણી થતા લોકપ્રશ્નોને વાચા મળશે.

- text