તલાટી કમ મંત્રીની ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

- text


ગ્રામ પંચાયત સેક્રેટરીની ઓનલાઇન અરજી તા. ૧૭-૦૨ સુધી કરી શકાશે

મોરબી : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ક્લાસ-3ની સીધી ભરતી અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૦૨ના બદલે ૧૭-૦૨ કરાઈ છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૨૮-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૨-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવા જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૦૨-૨૦૨૨ (૨૩:૫૯ કલાક સુધી) રાખેલ હતી.

- text

આ પરત્વે ઉમેદવારોની રજુઆતને અનુસંધાને મંડળ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવા નિર્ણય કરવામાં આવેલ છે. જે મુજબ હવે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ હવે ૧૭-૦૨-૨૦૨૨ (રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી) મંડળ ધ્વારા નક્કી કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગમાં પોસ્ટ ઓફીસમાં ચલણથી રુબરુમાં તેમજ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૨૧/૦૨/૨૦૨૨ રહેશે. તેમજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ તમામ હેતુ માટેની લાયકાત (પાત્રતા)ની તારીખ ૧૫/૦૨/૨૦૨૨ રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરાઈ છે.

- text