મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું સન્માન

- text


મોરબીઃ મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા આજ રોજ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ટંકારા સર્કિટ હાઉસ ખાતે આજરોજ મોરબી જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા (આયુષ્ય મહિલા-બાળ વિકાસ વિભાગ)નું આજે સન્માન કરાયું હતું. તથા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ, કાઉન્સેલર સુરેશભાઈ સિરોહીયા, વકીલ મંડળના પૂર્વ પ્રમુખ તેમજ કોળી સમાજના આગેવાન દિલીપભાઈ અગેચાણિયા, તુલસીભાઈ પાટડીયા, રાજકોટના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, છોટુભાઈ પરસોડા (રાજકોટ) તથા મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text