ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખની નિમણુંક

- text


અન્ય ત્રણ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને કારોબારી સભ્યોમાં સમાવિષ્ટ કરાયા

મોરબી : મોરબી જિલ્લા પીએમ પોષણશક્તિ નિર્માણ (મધ્યાહ્નન ભોજન) યોજના કર્મચારી સંઘના પ્રમુખની ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખ તરીકેની નિમણુંક કરવામાં આવી છે.અન્ય ત્રણ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને કારોબારી સભ્યોમાં સમાવિષ્ટ કરીને કુલ 4 સદસ્યોને જિલ્લા સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પીએમ પોષણશક્તિ નિર્માણ (મધ્યાહ્નન ભોજન) યોજના કર્મચારી સંઘના પ્રમુખની જવાબદારી નિભાવતા મહાદેવભાઈ પ્રજાપતિને એમની કાર્યશૈલી,સંગઠન પરત્વેની નિષ્ઠા વગેરે ગુણદોષોના આધારે ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લાના સંગઠનમાં ઉપપ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.આ મોરબી જિલ્લામાં કાર્યરત 16 કર્મચારી સંગઠનોનું બનેલું આ માળખું ખુબજ અગત્યનું કહી શકાય.

- text

પીએમ પોષણ યોજના કર્મચારી સંઘના રાજ્ય પદાધિકારીઓ વતી મહાદેવભાઈ પ્રજાપતિને મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ હોવાથી ભારતીય મજદૂર સંઘ મોરબી એકમમાં ઉપપ્રમુખની નિમણૂક આપવામાં આવી અને અન્ય ત્રણ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને કારોબારી સભ્યોમાં સમાવિષ્ટ કરીને કુલ 4 સદસ્યોને જિલ્લા સંગઠનમાં સ્થાન આપવા બદલ પ્રદેશ ભારતીય મજદુર સંઘના પ્રદેશ પ્રમુખ સહદેવસિંહ જાડેજા અને પ્રભારી વાલજીભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text