મોરબીના જારીયા પરિવારે જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી

- text


મોરબી : મોરબીના જારીયા પરિવારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સ્વજનની ૫૦મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સામાન્ય રીતે આજની પેઢી સ્વજનના અવસાન બાદ થોડા વર્ષોમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતી હોય છે.તેમજ સ્વજન ગુમાવવાનું દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબીના જારીયા પરિવાર દ્વારા ૫૦-૫૦ વર્ષ સુધી પણ સ્વજનની યાદમાં પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.

- text

સ્વ.લક્ષ્મણભાઈ ઉકાભાઈ જારીયાની ૫૦મી પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો સામતભાઈ લક્ષ્મણભાઈ જારીયા,કાંતાબેન સામતભાઈ જારીયા,દુષ્યંતભાઈ સામતભાઈ જારીયા તથા રેણુકાબેન દુષ્યંતભાઈ જારીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સામતભાઈ જારીયાના પિતાશ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,સુનિલભાઈ પુજારા,ચિરાગ રાચ્છ,મનિષ પટેલ,હસુભાઈ પંડિત,નરેશભાઈ ઠક્કર,અજયભાઈ કક્કડ સહીતનાઓએ સદ્દગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text