મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ યોજાયો

- text


વર્કશોપમાં સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ અને તેના ફાયદાથી માહિતગાર કરાયા

મોરબી : મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ગો-ગ્રીન ડેનું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું.જેમાં કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા.કેમિકલવાળા,ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે શરીરમાં ઘણા રોગ થાય છે.રોગો થતા અટકાવા કિચન ગાર્ડનનો ઉપયોગ કરવા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ડે-સેલીબ્રેશન વીકનું આયોજન કરેલ હતું.જેમાં ગત તા.૧૧ના રોજ ગો-ગ્રીન ડેનું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું.આ દિવસને T.Y.B.Scના બોટની ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સએ કિચન ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરીને ડે સેલીબ્રેશન ખાસ બનાવ્યો હતો.આ વર્કશોપમાં કોલેજના તમામ સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા.

કેમિકલવાળા,ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે ઘણા બધા શરીરમાં રોગ જેવા કે ડિપ્રેશન,ડાયાબીટીશ,કેન્સર વગેરે થાય છે.જેનાથી બચવા માટે ઓર્ગેનિક વેજીટેબલ અને ફ્રુટ ખાવા જોઇએ.કિચન ગાર્ડનમાંથી ફ્રેશ,ઓર્ગેનિક,ન્યુટ્રીશનયુક્ત અને કોસ્ટ ફ્રી વેજીટેબલ અને ફ્રુટ મેળવી શકાય છે.આખા વિશ્વમાં ૨૦૨૧નું વર્ષ ઓર્ગેનિક ફ્રુટ અને વેજીટેબલ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ.આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ઘરે એક ઝાડ ઉગાડીને જાગૃતતા આપી હતી.નાણામંત્રી નિર્મલા સિતારામને ૨૦૨૨-૨૩ના બજેટમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે.

- text

સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા,પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને તમામ વિભાગના પ્રિન્સિપાલઓની હાજરીમાં કર્યુ હતું.સમગ્ર આયોજન પ્રોફેસર રીંકલ સિદપરાના માર્ગદર્શન હેઠળ કર્યું હતુ.વર્કશોપને સફળ બનાવવામાં બોટની ડિપાર્ટમેન્ટના હેડ દિવ્યા દેત્રોજા અને અન્ય સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

- text