માળિયા : મર્ડર કેસના આરોપીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

- text


 

માળિયા : માળિયાના વીરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા કરનાર આરોપી પતિના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

- text

માળિયાના વીર વિદરકા ગામે પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતા યુવાનની દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક મુળ રહે.મુંદલા તા.છકતલા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળા શખ્સે હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગઈકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આજે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.

- text