રૂપિયા 2 કરોડની ઠગાઈ કરનાર રાજકોટ નાગરિક બેન્કનો કર્મચારી ઝડપાયો

- text


મોરબી બ્રાન્ચમાં 59 જેટલા લોકોની એફડીમાંથી બારોબાર નાણાં હજમ કરી ગયા હતો : આરોપી 7 દિવસના રિમાન્ડ ઉપર સોપાયો

મોરબી : મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક બૅંકમાં અગાઉ એક કર્મચારીએ રૂ. 2 કરોડનો ચુનો લગાવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન આ બૅંક કર્મચારીએ59 જેટલા લોકો પાસે નાણાં લઈ એફડી કરાવી એફડીમાંથી બારોબાર નાણાં હજમ કરી ગયાનો ભાંડફોડ થયો છે. આથી હાલ પોલીસે આરોપીને ઝડપીને 7 દિવસના રિમાન્ડ ઉપર લઈને સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી ડીવાયએસપી મુનાફખાન પઠાણે આ બનાવની મીડિયા સમક્ષ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી પ્રકાશ ગોવિંદ નકુમેં આશરે 2 કરોડની છેતરપીંડી કરી હોવાની જે તે સમયે બૅંકના ડે. મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પોલીસની તપાસ દરમિયાન બૅંક કર્મચારીએ વર્ષ 2016 થી અત્યાર સુધી પોતાના સગા સબધીઓ અને મિત્રો મળીને 59 જેટલા લોકોને શીશામાં ઉતારી તેમની પાસે એફડી કરવા માટે નાણાં લીધા બાદ એફડી કરાવી બૅંકમાંથી નાના ઉપાડીને હજમ કરી ગયો હતો. આરોપી પોતાના સગા સબધીઓ અને મિત્રો પાસે જ એફડી કરાવતો કેમ કે આ લોકો ઓળખાણના નાતે જલ્દી વિશ્વાસમાં આવી જતા હતા. પણ આ લોકોને ક્યાં ખબર હતી કે, તેમનો આ પરિચિત જ મરણમૂડી સમાન નાણાં ડુબાડી દેશે.

- text

બૅંકનો કર્મચારીએ અનોખી તરકીબ અજમાવી હતી. જેમાં પહેલા તેમના કોઈ ઓળખીતા પાસે એફડી કરવા માટે બે ચેક લઈ લેતો અને એક ચેકની એફડી બનાવતો અને બીજા ચેકને બે દિવસ પછી ઓળખીતાના ખાતામાંથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર્ કરી બૅંકમાંથી નાના ઉપાડી લઈને છેતરપીંડી આચરી હતી. હાલ પોલીસ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આથી પોલીસે આરોપી પાસેથી મુદામાલ રિકવર કરવા તેમજ તેના બૅંકના વહીવટની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

- text