મોરબીમાં રિક્ષામાં ભુલાયેલ રૂ. 20 હજારનું પાર્સલ નેત્રમની મદદથી મૂળ માલિકને પરત મળ્યું

- text


 

મોરબી : ગાંધીધામના એક વ્યક્તિનું રૂ. 20 હજારની કિંમતનું પાર્સલ રિક્ષામાં ભુલાઈ ગયું હોય, મોરબી પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની મદદથી આ પાર્સલ મૂળ મલિકને પરત અપાવ્યું છે.

ભરતકુમાર વિષ્ણુભાઇ પરમાર, રહે.ગાંધીધામ(કચ્છ) મોરબી આવેલ હતા, તે દરમ્યાન ગાંધીચોકથી નટરાજ ફાટક સુધીમાં તેઓએ રીક્ષામાં મુસાફરી કરેલ અને તે સમયે તેઓનું પાર્સલ જેમાં GSWANની સ્વીચ કિં.રૂ.૨૦,૦૦૦ હતી. આ પાર્સલ રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે રીક્ષાના નંબર વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમ મોરબીના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મેળવી ટીમે તેઓને પરત અપાવેલ છે.

- text

આ કામગીરીમાં પી.ડી.પટેલ, પો.સબ.ઇન્સ, કોમ્યુટર સેલ, જનકસિંહ જયરાજસિંહ, પો.કોન્સ. ઇન્ચાર્જ-નેત્રમ, સહદેવભાઇ શિવલાલભાઇ. પો. કોન્સ. નેત્રમ અને સાગરભાઇ કિરીટભાઇ પો.કોન્સ. નેત્રમ રોકાયેલ હતા.

- text