લોડર કાળ બનીને ત્રાટકતા બે મહિલાના મોત

- text


ટંકારાના નેકનામ નજીક એનટીટી માઇનરોક કારખાનામાં માટી નાખતી મહિલાઓ લોડરમાં કચડાઈ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલ એનટીટી માઇનરોક નામના કારખાનામાં લોડરના સુપડામાં માટી નાખતી વખતે લોડર ચાલકે બે મહિલાઓને કચડી નાખતા બન્નેનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ રોડ ઉપર આવેલ એનટીટી માઇનરોક કારખાનામાં લોડરના સુપડામાં માટી નાખતી વખતે છોટા ઉદેપુરના કવાંટ ગામના શુક્લીબેન શૈલેષભાઇ ધાણક અને કમલાબેન શાંતીલાલ બામને નામના મહિલા લોડરના આગળ આવી જતા સુપડા નીચે દબાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલના ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બન્ને મહિલાઓના મોત નિપજયા હતા.

- text

આ ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text