મોરબી પંથકમાં વ્હેલી સવારથી મોડે સુધી ગાઢ ધુમ્મસ છવાઈ

- text


લો વિઝિબિલિટીના કારણે વાહનચાલકો પરેશાન

મોરબી : મોરબી પંથકમાં આજે વ્હેલી પરોઢે ગાઢ ધુમ્મસ છવાઈ હતી જે મોડે સુધી રહેતા લો વિઝિબિલિટીને કારણે વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા અને નાના મોટા અનેક અકસ્માતો પણ સર્જાયા હતા.

મોરબીમાં શિયાળાની ઋતુએ જમાવટ કરી છે. ત્યારે આજે મોરબી પંથકમાં વ્હેલી સવારે ગાઢ ઝાકળના લીધે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. અને લોકોએ ગુલાબી ઠંડીની મજા માણી હતી. સાથે-સાથે લો વિઝીબિલિટીને કારણે 15 ફૂટ દૂર સુધી જોવું પણ મુશ્કેલ બનતા વાહનવ્યવહારને અસર થઇ હતી.

ગાઢ ધૂમમ્સને કારણે રસ્તાઓ પર 10-15 ફૂટના અંતરે પણ ન દેખાતું હોવાથી વાહનચાલકોએ લાઈટ ચાલુ કરી દીધી હતી. ખાસ કરીને મોરબીના જેતપર રોડ, હળવદ રોડ, માળીયા રોડ, રાજકોટ રોડ, વાંકાનેર રોડ જેવા હાઇવે પર ધુમ્મસના લીધે વાહનચાલકો અટવાઈ જતા ટ્રાફિક જામ થયો હતો અને નાના-મોટા વાહન અકસ્માતો સર્જાયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text