લજાઈમા નિર્માણાધીન માનવ મંદિરે રામકથા યોજાશે

- text


આગામી માર્ચ માસમાં યોજાનાર રામકથાના આયોજન માટે મિટીંગ યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ખાતે ત્રીસ વિઘા જમીન ઉપર નિર્માણધીન માનવ મંદિર ખાતે રામકથાના આયોજન માટે મોરબી રત્નકલા ખાતે મહત્વની મિટિંગ યોજાઈ હતી જેમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી.

નિરાધાર વડીલો માટે લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં અનેક સુવિધાઓ ધરાવતું 100 રૂમનું માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ બગીચા સાથે કેમ્પસમાં ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશે. વડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલય, બાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા વગેરે આધુનિકતા સાથેનું માનવ મંદિર એકાવન હજારથી માંડી એક લાખ, પાંચ લાખ, સાત લાખ, અગિયાર લાખ, પંદર લાખ, પચ્ચીસ લાખ, પચાસ લાખ,એક કરોડ અને સાડા ત્રણ કરોડની ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે.

આ તમામ દાતાઓનું વિશિષ્ટ રીતે સન્માન કરવા માટે પટેલ સમાજ વાડી, શનાળા ખાતે તા. 03.03.22 થી 11.03.22 સુધી રાત્રે 8.00 વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરેલ છે. રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી તેમજ અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝા, સિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવા તથા રાજકીય, ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવા માટે જુદી-જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે બોલાવવામાં આવી હતી.

જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ, પી.એલ. ગોઠી મંત્રી, ઠાકરશીભાઈ કલોલા ઉમિયા માનવ સેવા મંડળના વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવા, ચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text