તુફાન જીપમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા જીવિત 11 પાડા સાથે બે ઝડપાયા

- text


આમરણ ચેક પોસ્ટ નજીક 11 પાડાના જીવ બચાવતી મોરબી તાલુકા પોલીસ : બે ઝડપાયા, બે શખ્સના નામ ખુલ્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસે આમરણ ચેક પોસ્ટ ઉપર તુફાન જીપમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા 11 જીવિત પાડાઓને કસાઈના કબ્જામાંથી છોડાવી બે શખ્સોને ઝડપી લીધા હતા અને બે શખ્સોના નામ ખુલતા પોલીસે પશુપ્રત્યે ઘાતકી પણું આચરવા મામલે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે આમરણ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન મોરબી તાલુકા પોલીસે તુફાન ગાડી નં. GJ-10-X-0366 ચેક કરતા ગાડીમાં 11 જીવિત પાડાને ક્રૂરતા પૂર્વક બાંધી કતલ માટે લઈ જવાતા હોવાનું ખુલતા જામનગરના તુફાન ચાલક મોહમદ નકીબ અબ્દુલા કુરેશી અને સાથે રહેલા સલીમભાઇ હસનભાઇ કુરેશીને અટકાયતમાં લીધા હતા જ્યારે જામનગરના કાલાવડ નાકે રહેતા મકસુદ ચાકી અને નજીર સતરભાઇ કસાઇના નામ ખુલતા બન્નેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

વધુમાં આરોપીઓ દ્વારા 11 જીવિત પાડાઓને ક્રૂરતા પૂર્વક લઈ જવા મામલે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુન્હો નોંધી જીવીત પાડા નંગ-11 કિં.રૂ.55000 અને તુફાન જીપ કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂપિયા 2,55,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text