હવે પછી મોરબીમાં ટ્રાવેલ્સ બસ લઈને આવીશ તો મારી નાખીશ કહી રાજસ્થાની ટ્રાવેલ્સ ચાલક ઉપર હુમલો

- text


મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બે ભાઈઓએ ટ્રાવેલ્સના કાચ ફોડી ધમકી આપી

મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક બે સગાભાઈઓએ રાજસ્થાનની ટ્રાવેલ્સ બસ અટકાવી બસના કાચ ફોડી નાખી ટ્રાવેલ્સના ચાલકને હવે પછી મોરબીમાં બસ લઈને આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના પોસાલ ગામનો બસ ચાલક ઈશરારામ ખેતારામ ગોદારા પોતાના ક્લીનર અને બસના માલિકને લઈ ટ્રાવેલ્સ બસ રાજકોટથી ઉપાડી મોરબી આવ્યો હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણા રહે. બન્ને મોરબી સેન્ટ મેરી સ્કુલ પાછળ રણછોડ નગર વાળાએ ટ્રાવેલ્સ બસને આંતરી હતી.

- text

બાદમાં મોરબીના યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણાએ તારા શેઠ સાથે વાત કરાવ તેમ કહી ગાળા ગાળી કરી હતી અને જયદેવસિંહે બસના કાચમાં ધોકો ફટકારી કાચ ફોડી નાખ્યો હતો તેમજ હવે પછી મોરબીમાં બસ લઈને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બસ ચાલક ઈશરારામ ખેતારામ ગોદારાએ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text