મોરબી જિલ્લામાં GPSC પરીક્ષામાં અડધો – અડધ ઉમેદવારો ગેરહાજર !!

- text


જિલ્લામાં 46.24% ઉમેદવારોએ ક્લાસ 1-2ની પરીક્ષા આપી

મોરબી : ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત વર્ગ-1 અને વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષામાં મોરબી જિલ્લામાં અડધો – અડધ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અને માત્ર 46.24% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ – ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષાનું ગત તા. 26ને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં સવારે 10થી 1 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર-1ની પરીક્ષામાં કુલ 2130 ઉમેદવારો પૈકી 996 ઉમેદવારો હાજર રહ્યા હતા.

- text

પ્રથમ પેપરમાં કુલ 1134 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, 46.76% ઉમેદવારોએ હાજરી આપી હતી. જયારે બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર-2ની પરીક્ષામાં કુલ 2130 ઉમેદવારોમાંથી 974 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 1156 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, 45.72% જેટલા ઉમેદવારોએ હાજરી આપી હતી. આ રીતે સરેરાશ 46.24% ઉમેદવારોએ બંને પ્રશ્નપત્રની પરીક્ષા આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text