અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દેવ સોલ્ટ કંપનીના ચેરમેનનું સન્માન

- text


માળીયા (મી.) : રાજપૂત સમાજના “અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ” દ્વારા દેવ સોલ્ટ પ્રા. લી., મોરબીના ચેરમેન ડી. એસ. ઝાલાનું સન્માન કરાયું હતું.

ગત તા. 25ના રોજ રાજપૂત સમાજના “અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ” દ્વારા “શૌર્ય કથા સપ્તાહ”નું ભુચર મોરી, ધ્રોલ નજીક (જી: જામનગર) ખાતે ઉદઘાટન સમાંરભ યોજવામાં આવ્યું છે. આ “શૌર્ય કથા” તા. 31 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમનો હેતુ ક્ષત્રિય સમાજના શહીદો તેમજ વીર પુરોષોણી શૌર્ય ગાથાને ઉજાગર કરવા તથા ઇતીહાસના વીર પુરુષોનું ગૌરવ જળવાઈ અને લોકો સુધી આ વીર પુરુષોની શૌર્ય ગાથા પહોંચાડવા માટે આ “શૌર્ય કથા સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા.

આ “શૌર્ય કથા સપ્તાહ”ના ઉદઘાટન સમાંરભમાં રાજપૂત સમાજના “અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ”ના ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજા, કેબીનટ મંત્રી કિરીટસિંહજી રાણા (GOG), મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા (GOI), મહારાજા વાંકાનેર કેશારીસિંહ, કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ (GOG), મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા એ ઉપસ્થિત રહી ડી. એસ. ઝાલાને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text