મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં યોગ શિબિર યોજાઈ

- text


મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી આયોજન

મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અઠવાડિક યોગ શિબિર યોજાઈ હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ – ગાંધીનગરનાં માર્ગદર્શનથી મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને પી. જી. પટેલ કોલેજ – મોરબીનાં સયુંકત ઉપક્રમે ગત તા. 20થી 26 દરમિયાન પી. જી. પટેલ કોલેજ – રંગભવન ખાતે અઠવાડિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સમગ્ર શિબિરનું આયોજન કોલેજનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો . રવિન્દ્ર ભટ્ટનાં માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામા આવ્યું હતુ. ઉપરોક્ત શિબિરમાં 55થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મોરબીની પી. જી. પટેલ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિતપણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો રોજ સવારે યોગ કરે છે અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરુ થાય છે. શિબિરના સમાપન પ્રસંગે ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ તકે સંસ્થા વતી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. શિબિરના સફળ અને સુચારુ આયોજન માટે સમગ્ર પ્રાધ્યાપકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text