બોલો લ્યો ! આજે છે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ

- text


મોરબીઃ આજે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ સાંભળીને કે વાંચીને આશ્ચર્ય જ થાય ! તા.17 નવેમ્બર ,2010માં પ્રથમ વખત નેશનલ અનફ્રેન્ડ દિવસની ઉજવણી ટીવી હાસ્ય કલાકાર જિમી કિમેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે આ દિવસની સ્થાપના સમાજને મિત્રતાના સાચા અર્થ વિશે યાદ અપાવવાના પ્રયાસ તરીકે કરી છે. અનફ્રેન્ડ દિવસ એ તમામ સોશિયલ મિડિયા વપરાશકર્તાઓ માટે એક રીમાઇન્ડર છે કે તમે એવા લોકોની નજીક રહો જેમનાથી તમે સુરક્ષિત હોવાનો અહેસાસ કરો. જે વ્યક્તિને તમે અનુસરવા નથી માંગતા તેને અનફ્રેન્ડ કરવાથી તમે તમારી વિગતોના દુરુપયોગથી બચી શકશો.

રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ એ દર વર્ષની તા.17મી નવેમ્બરે ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. ડિજિટલ યુગની દુનિયામાં, લગભગ તમામ લોકો અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પ્રાથમિક શાળા, કોલેજ સમયના મિત્રો યાદ તો હોય છે પણ અમુક મિત્રો સાથે હોતા નથી.પરંતુ સોશિયલ મીડિયા મારફત ફ્રેન્ડ લિસ્ટમાં હોય છે.વિશ્વમાં ગમે ત્યાંથી કોઈપણ વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવું એ ફેસબુક જેવી ઘણી એપ્લિકેશનોના વિકાસની જેમ સરળ બને છે. લિસ્ટમાં ઘણા બધા મિત્રો હશે જેમને આપણે ઓળખાતા પણ નહી હોય. તેઓને ક્યારેક અનફોલો અને અનફ્રેન્ડ કરવા પણ જરૂરી છે.

સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યું ત્યારથી ધીમે ધીમે લોકોમાં ઓનલાઇન ફ્રેન્ડ્સ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. ફોલોવર્સ વધારવાની જાણે સ્પર્ધા યોજણી હોય તેમ યુવકો અને યુવતીઓ વધારે પડતો સમય સોશિયલ મીડિયા પર જ વિતાવે છે.અમુક લોકો સોશિયલ મીડિયાનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને પછી ક્રાઇમના કિસ્સાઓ બને છે. ઓનલાઇન ફ્રેન્ડશીપ કરવી,લોભમણી લાલચ આપવી વગેરે જેવા કિસ્સાઓ બને છે.

- text

ઓનલાઇન ફ્રેન્ડ્સમાં, ફોલોવર્સમાં અમુક ખરાબ લોકો પણ હોય છે. સતર્ક રહી તેઓને અનફ્રૅન્ડ કરવામાં જ ભલાઈ છે. આજનો દિવસ જેઓને આપડે ઓળખતા નથી તેઓને અનફ્રૅન્ડ કરવાનો દિવસ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text