કેન્સર પીડિત દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા સૌંદર્યનું ઘરેણું ગણાતા વાળનું દાન કરશે મોરબીની યુવતી

- text


કેમો થેરાપી બાદ કેન્સરના દર્દીઓના વાળનો ગ્રોથ અટકી જતો હોય સમાજમાં હેર ડોનશનનો નવો ટ્રેન્ડ

મોરબી : કેન્સર પીડિતોને કેમો થેરાપી બાદ વાળ ઉતરી જતા હોય આવા દર્દીઓના ચહેરા ઉપર સ્મિત લાવવા ખાસ કરીને યુવતીઓમાં સુંદરતાના ઘરેણાં સમાન વાળનું દાન આપવા ટ્રેન્ડ શરૂ થયો છે જે અન્વયે મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ મેનેજર તરીકે કામ કરતી મૂળ વડોદરાની યુવતીએ પોતાના વાળ કેન્સર પીડિત દર્દી માટે દાન કરવા જાહેર કર્યું છે.

માથાના વાળ કોઈપણ સ્ત્રી પુરુષોની સુંદરતામાં વધારો કરે છે સાથે જ સ્ત્રીઓ માટે તો માથાના વાળ સુંદરતાનું ઘરેણું ગણાય છે તેથી જ સ્ત્રીઓના વાળ ખરવા લાગેતો જલ્દીથી ચિંતિત બને છે આ સંજોગોમાં કોઈના ચહેરા ઉપર સ્મિત લાવવા કોઈ સ્ત્રી પોતાના આભૂષણ સમાન વાળનું દાન કરી શકે ખરા ? સ્વાભાવિક જ કોઈ સ્ત્રી પોતાના લાંબા વાળ ક્યારેય કાપવાનું ઈચ્છે નહીં પરંતુ કેન્સર પીડિત દર્દીઓના ચહેરા ઉપર સ્માઈલ લાવવા હાલમાં હેર ડૉનેશનનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે અન્વયે મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ મેનેજર તરીકે કામ કરતી ગુંજન લલિતભાઈ ઠાકરે પોતાના વાળનું દાન આપવા નીર્ધાર કર્યો છે.

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ગુંજન ઠાકરે જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓને કેમો થેરાપી બાદ વાળનો ગ્રોથ બિલકુલ અટકી જાય છે અને અનેક દરીઓને તો નવા વાળ આવતા જ નથી અને તેમને પોતાના કુટુંબના નજીકના સગાસ્નેહીઓની આ તકલીફ નજરે નિહાળી હોય પોતાના વતન વડોદરામાં કેન્સર પીંડીઓ માટે કામ કરતી સંસ્થાને તેઓ પોતાના વાળનું આગામી સોમવારના રોજ દાન કરશે.

- text

વધુમાં આજની યુવા પેઢીને કેન્સર પીડિત દર્દીઓના ચહેરા ઉપર સ્મિત આવે તે માટે જાગૃત થવા સહાનૂભૂતિ પૂર્વક હેર ડોનેશન આપવા પણ ગુંજન ઠાકરે અપીલ કરી છે અને પોતાના માસાની યાદમાં હેર ડોનેશન કરવા પ્રેરાઈ હોવાનું અંતમાં ઉમેર્યું છે. નોંધનીય છે કે અનેક સેલિબ્રિટીઓ પણ કેન્સર પીડિતો માટે પોતાના માથાના વાળનું દાન કરી રહ્યા છે ત્યારે મોરબીની ગુંજન ઠાકરે પણ મોરબીમાં પ્રથમ કહી શકાય તેવો હેર ડૉનેશનનો પ્રથમ નિર્ણય કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text