મોરબી સિવિલમાં પ્રસૂતા લપટી પડે તેવી ગુન્હાહિત બેદરકારી

- text


સિવિલ હોસ્પિટલની સફાઈ પાછળ મહિને થતો લાખો રૂપિયાનો ખર્ચ શંકાના દાયરામાં
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલનું તંત્ર સતત વિવાદોમાં રહે છે ત્યારે હોસ્પિટલના પ્રસુતિ વિભાગના પ્રવેશદ્વારે જ પાણીના ખાબોચિયા ભરી રાખી પ્રસુતાઓ માટે જીવનું જોખમ ઉભું કરી ગુન્હાહિત બેદરકારી આચરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.
મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મહિને લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે અને હોસ્પિટલમાં કાગળ ઉપર ચાલતી સફાઈ પ્રક્રિયા માટે પણ લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે પરંતુ હકીકતમાં સફાઈ કે સ્વચ્છતા મામલે ગંભીરતા લેવાતી નથી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ નજીક આવેલ પાણીના પરબમાં પાણી નથી આવતું પરંતુ અહીંથી છલકાતું પાણી પ્રસુતાઓ માટે હાલમાં જોખમ બન્યું છે.

પ્રસુતિ વિભાગના પ્રવેશ દ્વારે કાયમી છલકાતા પાણીને કારણે લીલ જામી ગઈ છે અને ઇમરજન્સી કેસમાં આવતા લોકો ઉતાવળમાં અનેક વખત લપસી પડતા હોવાની ઘટનાઓ પણ બને છે છતાં પણ સિવિલનું નઘરોળ તંત્ર આ ગંભીર બાબત પ્રત્યે ગંભીર જણાતું ન હોય પ્રસુતાઓ માટે જોખમ સર્જાયું છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text