મોરબીની 75 શાળાઓને 3D પ્રિન્ટર અપાશે

- text


નર્મદા બાલઘર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેરો પ્રયાસ

મોરબી : મોરબીના નર્મદા બાલઘર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે 75 શાળાઓને થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે.

મોરબીમાં સેવાકીય સંસ્થા ​​નર્મદા બાલઘર છેલ્લા 22 વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ માત્ર સક્રિય પ્રયાસો કરી રહી છે. હાલ છેલ્લા 6 વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં 850 શાળાઓને સાયન્સની કીટ તથા 1100 શિક્ષકોને ટ્રેનીંગ આપી છે. જે experiential education દ્વારા skill development કરીને entrepreneurship બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની 25 શાળાઓને ગત 2 મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા 3D Printer આપવામાં આવેલ હતા, અન્ય 75 શાળાઓને 3D Printer, Drone, Virtual Reality તથા Artificial Intelligence જેવી ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text