અપેક્ષાબેનને જેઠ અને સસરાએ લોખંડના પાઇપ ફટકાર્યા

- text


ટંકારા તાલુકાના હમીરપર ગામની ઘટનામાં તપાસનો ધમધમાટ

ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે સંયુક્ત કુટુંબમાં રહેતા અપેક્ષાબેન નામના પરિણીતાને ગઈકાલે જેઠ અને સસરાએ લોખંડના પાઇપ વડે માર મારતા પરિણીતાને પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા અપેક્ષાબેન જીગ્નેશભાઇ સીતાપરા ઉ.વ.૨૫ નામના પરિણીતાને બપોરના દોઢેક વાગ્યાના અરસામાં જેઠ આનંદભાઈ અને સસરા પ્રભુદાસભાઈએ લોખંડના પાઇપ વડે માર મારતા પ્રથમ નેકનામ બાદ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

સાસરિયાના સિતમ અંગે હાલ રાજકોટ હોસ્પિટલ પોલીસચોકી દ્વારા ગુન્હો નોંધી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે બનાવ અંગે જાણવા જોગ નોંધ કરી ડીવાયએસપીને જાણ કરવાની સાથે પીએસઆઇ દ્વારા પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text