મોરબીનાં આ વિસ્તારમાં મેઇન્ટેનન્સને લીધે વીજપૂરવઠો બંધ રહેશે

- text


 

Morbi: મોરબીમાં આવેલા ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1 મે, 2024 (બુધવાર)ના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સ કામગીરી અને રોડ વાઇડનિંગની કામગીરી તથા નવાકામ માટે બંધ રાખવાનો છે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, 66 કેવી (KV)ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા વિવાંસુન્ટા Ind ફીડર સવારે ૦8:૦૦ થી 1:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

આ ઉપરાંત, 66 (KV)કેવી ભરત નગર સબ સ્ટેશનમાંથી નીકળતા ટીટેનિયમ ફીડર સાંજે 5 થી 6 દરમિયાન બંધ રહેશે.

- text

વધુ મળતી વિગતો મુજબ, 66 KV ઊંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા વેરિટાસ જેજીવાય (ઉંચી માંડલ ગામ)સવારે 8 થી 1 તથા ibis ઇન્ડસ્ટ્રીયલ, વેલબોન ઇન્ડસ્ટ્રીયલ ,મહાશક્તિ ઇન્ડસ્ટ્રીયલ, સિમ્પોલો ઇન્ડસ્ટ્રીયલ,નેહા ઇન્ડસ્ટ્રીયલ તથા પૂજા ખેતીવાડી ફિડર સવારે 8:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.આધારભૂત માહિતી પ્રમાણે, કામગીરી પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text