મોરબીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના એક શખ્સને દબોચી લેતી એલસીબી

- text


વૃદ્ધના રૂ.૪૫ હજાર ચોરી વીસી ફાટકે ઉતારી દેવાના કેસનો ભેદ ઉકેલાયો : મહિલા સહિત બે ઇસમોની શોધખોળ

મોરબી : મોરબીમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયાની ચોરી કરનાર ગેંગના એક સભ્યને રોકડા રૂ.૩૦ હજાર અને રીક્ષા સાથે એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે તેના સાથીદાર એક પુરુષ અને મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૬ એપ્રિલના રોજ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીયાદીને ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ફરીયાદીના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયા-૪૫,૦૦૦/- ની ફરીયાદીની નજર ચૂકવી રીક્ષામાં બેઠેલ સ્ત્રી-પુરૂષોએ ચોરી કરી વીસી ફાટક પાસે રીક્ષામાંથી ઉતારી દિધેલ હોય જે અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.

આ ગુનો ડીટેકટ કરવા એલસીબીએ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ પોકેટકોપ એપ, ટેકનીકલ માધ્યમ આધારે આ પ્રકારના ગુના આચરનાર આરોપીના ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રીત કરી તે અંગે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ. જેમાં મોરબી તથા આજુબાજુના જિલ્લાઓમાં આ પ્રકારના બનેલ બનાવો જેના આરોપીઓની સંપૂર્ણ માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરી રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહીતી એકત્રીત કરવામાં આવેલ હતી. તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તપાસી રીક્ષા અંગેની માહીતી મેળવી હતી.

- text

આ રીક્ષા મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા રીક્ષા ચાલક નટવરભાઇ ઉર્ફે નટુ દિનેશભાઇ કુંવરીયા ઉ.વ. ૨૮ ધંધો રહે. રાજકોટ, ગોંડલ ચોકડી પરફેકટના શો રૂમ પાસે મફતીયાપરા વાળાને ત્યાથી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી પુછપરછ કરતા પોતે તથા પોતાના મીત્ર રવીભાઇ મકવાણા તથા તેની મમ્મી ગીતાબેન રહે. બન્ને રાજકોટ ઘંટેશ્વર પચીસવારીયા કવાર્ટસ એમ ત્રણેયે મળી ગુનો આચર્યો હોવાની કબૂલાત આપતા ઇસમ પાસેથી ગુનામાં વપરાયેલ સી.એન.જી. ઓટો રીક્ષા તથા રોકડા રૂપીયા-૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૦૫,૦૦૦/- મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, PSI એસ.આઈ.પટેલ, કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં

- text