આકરા તાપ માટે તૈયાર રહેજો : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ પારો ૪૨થી ૪૩ ડીગ્રીએ રહેશે

- text


લોકોએ પોતે, પશુઓ માટે તથા પાક માટે શું શું તકેદારી રાખવી તે અંગેના સૂચનો જાહેર કરતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

મોરબી : મોરબી જીલ્લામાં આવતીકાલે તા. ૦૧થી તા.૦૫ દરમિયાન સુકુ, ગરમ અને અંશત:થી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૨-૪૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૩૧-૬૭ અને ૭-૧૯ ટકા રહેશે. પવનની દિશા પશ્ચીમની રહેવાની અને પવનની ઝડપ ૨૦ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે. આ સાથે તેમના દ્વારા સૂચનો પણ જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.


લોકોએ શુ ધ્યાન રાખવું ?

ગરમ લુ પડવાની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવું નહિ, પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ સરબત,મોસંબી તથા અન્ય ફળના જ્યુસ પીવા, હલકા સુતરાઉ કપડા પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી. તેમજ પશુઓને બપોરના સમયે વૃક્ષોના છાયામાં અથવા શેડમાં રાખવા.

- text


પશુઓ માટે શુ ધ્યાન રાખવુ ?

તાપમાન વધારે રહેવાના કારણે પશુઓને દિવસના સમયે છાયડામાં રાખવા અને મિનરલ મિક્ષ્ચર યુક્ત પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી. દુધાળા પશુઓને ઉનાળામાં ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રમાણ વધારવું. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.


પાક માટે શું ધ્યાન રાખવું ?

ઉનાળુ મગ, અડદ અને શાકભાજીના વાવેતર પૂર્ણ કરવું અને ઉનાળુ પાકો તેમજ શાકભાજી પાકોને જરૂરિયાત મુજબ પિયત આપવું. ઉનાળુ મગ, અડદ અને શાકભાજીના વાવેતર પૂર્ણ કરવું અને ઉનાળુ પાકો તેમજ શાકભાજી પાકોને જરૂરિયાત મુજબ પિયત આપવું. શિયાળુ પાકની કાપણી પછી ઊંડી ખેડ કરવી અને જમીનને સૂર્યના તાપમાં તપવા દેવી જેથી જીવાતોના ઈંડા અને કોશેટાનો તેમજ રોગકારક ફૂગ અને જીવાણુંનો નાશ થાય. આંતરખેડ અને નિદામણ દ્વારા ઉનાળુ પાકોને નિદામણ મુક્ત રાખવા. ગરમ હવામાન પરિસ્થિતિમાં ઉનાળુ શાકભાજી અને ઘાસચારાના પાકોને સવારે અથવા સાંજના સમયે જરૂરીયાત મુજબ હળવું પિયત આપવું. શાકભાજી અંને ફળ પાકોને પ્લાસ્ટિક અથવા ખેત આડપેદાશના અવશેષોનું આવરણ કરવું.


- text