મોરબીના વોર્ડ નં.7માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું કાલે બુધવારે ઉદઘાટન

- text


મોરબી : મોરબીના વોર્ડ નં.7ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું સિટી સેન્ટર, એસબીઆઈ બેંકની બાજુમાં, સ્વામી વિવેકાનંદ રોડ ખાતે આવતીકાલે તા.7ને બુધવારના રોજ ઉદઘાટન કરવામાં આવનાર છે. આ કાર્યાલયને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખુલ્લું મુકાશે. આ વેળાએ જાહેર સભા પણ યોજાશે. કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ હોય સાંજે 7 વાગ્યે દેશભક્તિ અને ગુજરાતની ગૌરવ ગાથાના ગીતનો ઓરકેસ્ટ્રા સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

- text

- text