નિરામય ગુજરાત અંતર્ગત 12 નવેમ્બરે મોરબીમાં નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ

- text


મોરબીઃ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં તારીખ 12 નવેમ્બર, 2021ને શુક્રવારના રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-મોરબી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના ઉપક્રમે નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 12 નવેમ્બરને શુક્રવારના રોજ સવારે 8-30 થી 1-00 કલાક દરમિયાન જિલ્લા પંચાયત ભવન, સો-ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ યોજાશે.

- text

આ મેગા હેલ્થ કેમ્પમાં લોહીનું ઓછું દબાણ, ડાયાબિટીસ, મોઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ વગેરે રોગોનું નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં વિનામુલ્યે દવા વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ કાઢવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે. વિવિધ લેબોરેટરી તપાસ તેમજ અન્ય સુવિધાઓ પણ મળશે. આ કેમ્પનો મોરબી શહેર અને જિલ્લાના લોકોને અવશ્ય લાભ લેવા અનુરોધ કરાયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text