કેન્સરના નિષ્ણાંત સર્જન કાલે શુક્રવારે પોતાના વતન મોરબીમાં કરશે ઓપીડી

- text


 

ડો. મંથન મેરજા દર મહિનાના બીના શુક્રવારે નક્ષત્ર હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે આપશે સેવા, મોરબીવાસીઓને અમદાવાદ-મુંબઈ સુધી લંબાવવું નહિ પડે

મોરબી( પ્રોફેશનલ આર્ટિકલ) : કેન્સરના નિષ્ણાંત સર્જન ડો. મંથન મેરજા હવે દર મહિનાના બીજા શુક્રવારે પોતાના વતન મોરબીમાં ઓપીડી કરશે. તેઓ શહેરની નક્ષત્ર હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે જોડાયા છે. જેથી દર્દીઓને હવે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં રહે.

મૂળ મોરબીના અને હાલ અમદાવાદના રખિયાલમાં નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપતા જાણીતા કેન્સર સર્જન ડો. મંથન મેરજા (ઓન્કોસર્જન) હવે દર મહિનાના બીજા શુક્રવારે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી શનાળા રોડ ઉપર મહેશ હોટલની પાછળ, એપલ હોસ્પિટલ પાસે 10- પૃથ્વીરાજપરામાં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે ઓપીડી કરશે. જે પ્રમાણે આવતીકાલે તા.12ને શુક્રવારે તેઓ ઓપીડી કરવાના છે.

- text

જેમાં તેઓ ફેફસાનું કેન્સર, સ્તન કેન્સર, લોહીનું કેન્સર, મોંઢા અને ગળાનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર તથા પેટના આંતરડા અને લીવરનું કેન્સર સહિતની સમસ્યાઓનું નિદાન તથા સારવાર કરશે. આ ઓપીડીનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેમજ જુના તમામ રિપોર્ટ અને ચાલુ દવાઓની જાણકારી અચૂકપણે સાથે રાખવી જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે કે વધુ વિગત માટે મો.નં. 8980007535નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ડો. મંથન મેરજા મો.નં. 9023647992

- text