આગામી વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટમાં મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમોશન પર ભાર મુકાશે

- text


રાજ્ય મંત્રી મેરજા અને અગ્ર સચિવ સાથેની સીરામીક એસોસિયેશનની બેઠકમાં વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોશન માટે સ્પેશ્યલ પેવેલીયન માટે પ્લાનીંગ ઘડાયું

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત આગામી 10માં વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટના આયોજનમાં મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમોશન અને ભાગેદારી સંદર્ભે મીટીંગ યોજાઈ હતી. જેમાં રાજ્ય મંત્રી મેરજા અને અગ્ર સચિવ સાથે મોરબજ સીરામીક એસો.ના હેદેદારોની બેઠકમાં વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોસન માટે સ્પેશ્યલ પેવેલીયન માટે પ્લાનીંગ ઘડાયું હતું.

આજે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને આગામી 10th Vibrant Gujarat Global Summit-2022 ના આયોજન માટે અગ્ર સચિવ એસ. જે. હૈદર તથા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા , નિલેષ જેતપરીયા સાથે સંયુક્ત મિટિંગ યોજાય હતી. મોરબીનો સિરામિક ઉદ્યોગ આ Vibrant Gujarat Global Summit-2022 માં કઈ રીતે ભાગ લઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી અને વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોશન માટે સ્પેશ્યલ પેવેલીયનનુ આયોજન કરવાનુ પ્લાનીંગ પણ કરવામા આવ્યુ હતું તેમજ મોરબીના સીરામીક ઉધોગ પણ આ સમીટમાં ભાગ લેવા ઉત્સાહિત હોય આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text