માળીયાના ચીખલીમાં જમીન પચાવી પાડનાર ચાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે જમીન ધરાવતા ખાખરેચીના ખેડૂતની જમીન ચાર શખ્સોએ પચાવી પાડતા આ મામલે જિલ્લા કલેકટરના આદેશ બાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકામાં ખાખરેચી ગામે રહેતા મનસુખભાઇ પ્રભુભાઇ ઓડીયાની ચીખલી ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર ૨૨૩ વાળી જમીન હે-૨ આરે-૧૯ ચો.મી.-૫૪વાળી ચીખલી ગામે રહેતા(૧) ઇસાભાઇ દાઉદભાઇ પારેડી (૨) રહેમાનભાઇ હાસમભાઇ જામ (૩) હાજીભાઇ માલાણી પારેડી તથા (૪) ઘનશ્યામભાઇ ડાયાભાઇ ઓડીયાએ છેલ્લા ત્રણેક વર્ષથી પચાવી પાડી હોય એ મામલે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી.

દરમિયાન લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા મુજબ થયેલી અરજીની તપાસના અંતે જિલ્લા કલેકટર મોરબી તરફથી એફ.આઇ.આર.દાખલ કરવા હુકમ કરવામાં આવતા આવતા માળીયા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text