ફ્લેવર ગ્રેનિટો કારખાનામાં બાળ મજૂરી કરાવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


શ્રમ આયુક્ત કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરતા ચકચાર

મોરબી : મોરબીના બેલા રોડ આવેલ ફ્લેવર ગ્રેનિટો એલ.એલ.પી નામના કારખાનામાં બાળ મજૂરો કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે શ્રમ આયુક્ત દ્વારા દરોડા પાડી બાળ મજૂરોને મુકત કરાવી ફેકટરીના ભાગીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ બેલા રોડ ઉપર આવેલ ફ્લેવર ગ્રેનાઇટો એલ.એલ.પી નામના સિરામીક કારખાનામાં બાળ મજૂરો પાસે કામ કરાવવામાં આવતું હોવાની બાતમીને આધારે શ્રમ આયુક્ત કચેરી દ્વારા કાર્યાવહી કરી બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.

વધુમાં આ મામલે રાજકોટ શ્રમ આયુક્ત કચેરીના અધિકારી મેહુલ મગનભાઇ હિરાણી દ્વારા ફ્લેવર ગ્રેનાઇટો એલ.એલ.પીના ભાગીદાર ધર્મેંદ્રભાઇ બાબુલાલ રુપાલા વિરુદ્ધ બાળ અને તરૂણ કામદાર (પ્રતીબંધ અને નિયમન) ૧૯૮૬ સને ૨૦૧૬-માં સુધાર્યા અનુસાર એક્ટ ક: ૩એ તથા ૧૪ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text