પેસેન્જર ભરવા મામલે ઇકોચાલકે રીક્ષાચાલકને છરી ઝીંકી

- text


વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે રિક્ષામાં મુસાફરોને બેસાડવા મામલે ઇકો ચાલકે માથાકૂટ કરી રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી દેતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે ગઈકાલે રાતડીયા ગામે રહેતા સીએનજી રીક્ષા ચાલક વિજયભાઇ હિન્દુભાઇ ઝાપડા પોતાની રિક્ષામાં મુસાફરો બેસાડતા હતા ત્યારે ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા ઇકો ચાલક ઉમેદ જેઠુરભાઇ કાઠી પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી કરી ગાળો આપતા વિજયભાઈએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાએલા આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે વિજયભાઈને સાથળમા તથા બન્ને પગમા ઘુંટણના ભાગે છરીના ઘા ઝીકતા ઇજાગ્રસ્ત વિજયભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવા પડ્યા હતા.

- text

આ મામલે વિજયભાઈ ઝાપડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text