જમવાના પ્રોગ્રામમાં ડખ્ખો થતા વેણાસરના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું

- text


બેરહેમીથી હત્યાના બનાવમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધતી માળીયા પોલીસ

માળીયા : માળીયા તાલુકાના વેણાસર ગામના યુવાન ઉપર કાર ચડાવી દઈ બેરહેમી પૂર્વક હત્યા નિપજાવવાના ગુન્હામાં બે આરોપી વિરુદ્ધ મૃતકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી છે અને જમવાના પ્રોગ્રામમાં ડખ્ખો થવાની સાથે અગાઉનું મનદુઃખ પણ કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં બહાર આવતા બન્ને હત્યારાઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વેણાસર ગામે ખોડઘ્રોઇ નદીના કાંઠે ગઈકાલે બપોરે યુવનમિત્રોએ જમવાનો પ્રોગ્રામ રાખ્યો હતો આ વેળાએ વેણાસર ગામમાં જ રહેતા આરોપી સુનીલ લાભુભાઇ કોરડીયા અને સંદીપભાઇ લાભુભાઇ કોરડીયા જમવા બાબતે માથાકૂટ કરવાની સાથે આગાઉના ઝઘડાનો ખાર રાખી વેણાસર ગામના રણજીતભાઇ મહીપતભાઇ કુવરીયા ઉ.વ.૩૨ ઉપર કાર ચડાવી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રણજીતનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પ્રકાશભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

બીજી તરફ નાના એવા વેણાસર ગામમા બેરહેમી પૂર્વક હત્યાના બનાવની જાણ થતાં માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અશોકભાઇ જીલુભાઇ કુવરીયાની ફરિયાદને આધારે સુનીલ લાભુભાઇ કોરડીયા અને સંદીપભાઇ લાભુભાઇ કોરડીયા વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બન્ને હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ કાર તપાસના કામે કબ્જે લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text