નટરાજ ફાટકે મોપેડ પાછળ બાઈક અથડાતા વૃદ્ધનું મૃત્યુ

- text


અકસ્માત સર્જનાર યુવાન વિરુદ્ધ ગુંન્હો નોંધાયો

મોરબી : મોરબી શહેરના નટરાજ ફાટક અને જૂની પોસ્ટ ઓફીસ નજીક મોપેડ સવાર વૃદ્ધને પાછળથી બાઈક ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતાં વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નટરાજ ફાટક અને જૂની પોસ્ટ ઓફીસ નજીક મોપેડ લઈ ઘરે જઈ રહેલા રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા ઉ.વ.૬૬ના મોપેડને પાછળથી આવતા જયદીપભાઈ અકબરીએ પોતાનું GJ-36-AB-3377 બાઈક મોપેડ સાથે અથડાવી અકસ્માત સર્જતાં ઇજાગ્રસ્ત રતનસંગભાઈને સારવાર માટે અમદાવાદ દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા રતનસંગભાઈના પુત્રે ફરિયાદ નોંધાવી છે.

વધુમાં આ અકસ્માતના બનાવમાં મૃતક રતનસંગભાઈના પુત્ર
શેલેષભાઈ જારીયાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા બાઈક ચાલક જયદીપભાઈ દિલીપભાઈ અકબરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭.૧૮૪, મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text