હળવદ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો ખલ્લાસ થઈ જતા આરોગ્ય મંત્રીને રજૂઆત

- text


હોસ્પિટલ દ્વારા જરૂરી દવાઓ માટે લિસ્ટ મોકલી દેવાયું છે પરંતુ હજુ સુધી આવી નથી.!

હળવદ:હળવદ સબ ડિસ્ટ્રીકટ (સિવિલ હોસ્પિટલ)ખાતે જરૂરી દવાઓનો જથ્થો ખલ્લાસ થઈ ગયો હોય જેથી દવાઓનો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરાવવા હળવદના સામાજિક કાર્યકર અને જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

હળવદ તાલુકાના 70થી વધુ ગામડાઓ અને શહેર વિસ્તારના નાગરિકોને વિશેષ સારવાર મળી રહે તે માટે હળવદ શહેરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ( સિવિલ હોસ્પિટલ) કાર્યરત છે આ હોસ્પિટલમાં 5 એમબીબીએસ ડોકટર્સ અને અન્ય વિઝીટિંગ ડોકટર્સ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલમાં વિવિધ રોગો માટે જરૂરી દવાઓ હાજર સ્ટોકમાં ન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને સારવાર કરાવવાની ફરજ પડતી હોવાનું ખુદ યુવા ભાજપના મહામંત્રીએ આરોગ્ય પ્રધાનને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.

વધુમાં હળવદના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓને સત્વરે હળવદની સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો ફાળવવા રજુઆત કરી છે. નોંધનીય છે કે તાલુકા કક્ષાની હળવદ હોસ્પિટલમાં સુવિધાના અભાવે કોરોના કાળમાં પણ લોકોને વેદના સહન કરવી પડી હતી અને ગઈકાલે એકસામટા 23 લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભરતા હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી જ ન હોવાનું સામે આવ્યું હતું. આ સંજોગોમાં ભાજપ સંગઠનની રજુઆત કેટલી અસરકારક બને છે તે આવનારો સમય બતાવશે.

- text

તો બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે દર વર્ષના માર્ચ મહિનામાં હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ગાંધીનગર સબંધિત કચેરીએ જરૂરી દવાઓનું લિસ્ટ મોકલવાનું હોઈ છે જે અત્રેની હોસ્પિટલથી સમયસર મોકલી દેવામાં આવ્યું હોવા છતાં પણ હજુ સુધી જરૂરી દવાઓનો જથ્થો મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ અંગે ગામના સામાજિક કાર્યકરે કરેલ રજુઆતથી પ્રજાને સ્પર્શતા આ મહત્વના પ્રશ્નનું સત્વરે નિરાકરણ કરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text