માળીયાના જુના અંજીયાસર ગામે ખેતીની જમીન પચાવી પાડતા મહિલા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


મોરબીના રહેવાસીએ નોંધાવેલ ફરિયાદને આધારે ગુન્હો દાખલ

માળીયા : માળીયા તાલુકાના જુના અંજીયાસર ગામે જમીન ધરાવતા મોરબીના ખેડૂતની જમીન છેલ્લા એકાદ વર્ષથી આજ ગામના મહિલાએ પચાવી પાડી ખેતી કરવાનું શરૂ કરી દેતા માળીયા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

- text

માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શક્તિ પ્લોટમાં સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા સુમંતકુમાર બાવાલાલ રોકડની જુના અંજીયાસર ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર ૧૪૭૩ વાળી જમીન હેકટર – ૨ આરે-૬૯ ચો.મી.-૧૨વાળી જમીન જુના અંજીયાસર ગામના શરીફાબેન નોટીયાર નામના મહિલાએ એકાદ વર્ષથી પચાવી પાડી ખેતી કામ શરૂ કરી ઉત્પાદન મેળવવાનું શરૂ કરતાં સુમંતકુમાર બાવાલાલ રોકડે ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી.

આ બનાવમાં જીલ્લા કલેકટર મોરબી દ્વારા લેન્ડ ગ્રેબીગ એક્ટ મુજબ અરજી ગ્રાહ્ય રાખતા માળીયા પોલીસ દ્વારા શરીફાબેન નોટિયાર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને બનાવ અંગે નાયબ પોલીસ અધિક્ષક મોરબી એમ.આઇ પઠાણ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text