ટ્રેન હેઠળ કપાઈ જતા યુવાનનું કમકમાટીભર્યું મોત

- text


વાંકાનેર નજીક અમરસર રેલ્વે ટ્રેક ઉપર બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર નજીક અમરસર રેલ્વે ટ્રેક ઉપર ધસમસતી ટ્રેન હેઠળ કપાઈ જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા ૨૬ ના રોજ વાંકાનેર નજીક અમરસર રેલ્વે ટ્રેક ઉપર સોરાષ્ટ જનતા ટ્રેઇનની નીચે જીતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.૩૩ રહે વાંકાનેર આરોગ્યનગર નં-૯) નામનો યુવાન કપાઇ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આથી જેની ડેડબોડી વાંકાનેર રેલ્વે સ્ટેશન લાવ્યા બાદ પીએમ અર્થે ખસેડાઇ હતી. આ બનાવની વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્તર પ્રણવ કુમારે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text