મકાનમાં કબ્જો જમાવી પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ

- text


મોરબીના પીપળી ગામે મૂળ મકાનના માલીકે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ શ્યામપાર્ક સોસાયટીના મકાનમાં એક મહિલાએ ગેરકાયદે કબ્જો જમાવી મકાન પચાવી પાડતા આ મામલે મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મકાનના મૂળ માલીકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના સામાકાંઠે આવેલ હાઉસીંગ બોર્ડ શેરી નં.-૧૫, બ્લોક નં.-૧૪૦ માં રહેતા મૂળ જીવાપર (ચ)ના વતની મકનભાઇ નથુભાઇ સરાવાડીયા (ઉ.વ. ૬૫)એ આરોપી ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા (રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી,મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી આશરે બે વર્ષ પહેલાથી આજદિન સુધી મહીલા આરોપીએ ફરીયાદીની માલીકીના પીપળી ગામના સર્વે નં.-૨૯૧/૨ પૈકી-૩ પૈકી-૧ ની જમીનમાં આવેલ પ્લોટ નં.-૧૫ પૈકીની ચોરસ ફુટ-૪૮૦.૪૫૬ તેના ચો.મી.૪૪-૬૫૨ ની જમીન વાળા મકાનમાં ગેરકાયદેસર કબ્જો કરી આજદિન સુધી રહી મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી આ લેન્ડ ગ્રેબીગના સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી રાધીકા ભારાઇએ સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text