ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ

- text


તાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે

મોરબી : મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે રવાના થયો છે.

મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બપોરના સુમારે સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસે આવેલ ટેકઝા સિરામીક એલએલપી નામના કારખાનામાં આગ લાગી હોવાનો કોલ આવતા એક ફાયર ફાયટર સાથે ફાયરમેનની ટિમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટેકઝા સિરામીક એલએલપી કારખાનામાં વિકરાળ આગ લાગી છે અને આગના લબકાર દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફેકટરીના પતરા ઉપરથી આગ દેખાઈ રહી હોય સિરામીક યુનિટમાં મોટા પ્રમાણમાં નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text