રવાપર મેઈન રોડની બન્ને સાઈડમાં પેવર બ્લોક નાખવાની માંગ

- text


મોરબીના વોર્ડ નંબર-7 કાઉન્સિલરે ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર મેઈન રોડની સાઈડમાં ઊડતી ધૂળ અને કચરાના ગંજ ખડકાયા છે. તેથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા દૂર કરવા માટે રવાપર મેઈન રોડની સાઈડમાં પેવર બ્લોક નાખવાની માંગ સાથે મોરબીના વોર્ડ નંબર-7 કાઉન્સિલરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

- text

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-7ના નગરસેવક કલ્પેશભાઈ રવેશિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, રવાપર મેઈન રોડ ઉપરની સાઈડમાં ઘૂળ અને કચરાના ગંજ જામે છે. આથી સતત ઘૂળ અને કચરા ઉડતા હોય સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભીગવવી પડે છે. તેથી રવાપર મેઈન રોડ નહેરુ ગેઇટથી રવાપર રોડ એવન્યુ પાર્ક સુધી બન્ને સાઈડમાં પેવર બ્લોક નાખવાની માંગ કરી છે.જેથી ઘૂળ અને કચરાની સમસ્યા ન ઉદભવે અને આ જાહેર સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે.આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text