મોરબી જિલ્લામાં કાલે મંગળવારે માત્ર 9 સ્થળોએ વેકસીનેશન, ફક્ત 1560 ડોઝ ફાળવાયા

- text


 

જિલ્લામાં આજે 4852 લોકોને વેકસીન અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે માત્ર 9 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. જેના માટે 1560 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

- text

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવ્યા બાદ સમયાંતરે બ્રેક લાગી રહી છે. આવતીકાલે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા 9 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 1560 ડોઝ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજે જિલ્લામાં 45થી વધુ ઉપરના 965 લોકો, 18થી 44 વયના 3861 લોકો તથા ખાનગી હોસ્પિટલમાં 6 લોકોને મળી કુલ 4852 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

- text